કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએક સાર્વજનિક કાર્યક્રમમાં લિંગાયત ધર્મગુરૂ વચનાનંદ સ્વામી પર ભડક્યા હતા અને સ્ટેજ પરથી ઉઠીને જવા રવાના થઈ ગયા હતા, મંચ પરથી ઉતરી જ ગયા હતા પરંતુ સ્વામીના આગ્રહથી રોકાઈ ગયા અને પરત તેમની સીટ પર બેસી ગયા હતા તેમના ગુસ્સાનું કારણ એ હતું કે ધર્મગુરૂએ એક ધાર્મિક રેલીમાં બીજેપી ધારાસભ્યને કેબિનેટ મંત્રીપદ આપવાની ભલામણ કરી હતી